Saturday, May 9, 2026

આવું કેમ?

કયા કારણથી ગુજરાત જ નર્ક બની ગયું? એમ તો સમગ્ર  ભારત વર્ષ ગરમીમાં સળગી રહ્યું છે. પરંતુ સૌથી વધુ ગરમી દર વર્ષે ગુજરાતમાં જ વધતી જઈ રહી છે.સમગ્ર ભારતના બધા જ સ્થાનને જોઈશું તો સૌથી વધારે ગરમ નગરો, શહેરો ગુજરાતના જ જોવા મળશે.આવું કેમ? આપે ક્યારેય વિચાર્યું છે ? આ બધું આપણી સુખની આંધળી દોડનું પરિણામ છે. ગુજરાતમાં સર્વાધિક વાહનો ચાલે છે. બાંધકામ અને ઔદ્યોગિકરણ થઈ રહ્યું છે.વૃક્ષોનું અંધાધુધ નિકંદન થઈ રહ્યું છે. જળ સ્ત્રોત સુકાઈ રહ્યા છે. પ્લાસ્ટિક, કાગળ, ઇલેક્ટ્રિસિટી નો ભયંકર ઉપયોગ વધી રહ્યો છે. આપણે ગુજરાતીઓ પૈસાનો ઉપયોગ કેવળ આપણા સુખ માટે જ કરતા રહ્યા છે. આ જ કારણે ગુજરાત નરક બની રહ્યું છે. અને હવે તો ઠંડી અને વર્ષા પણ ખૂબ જ વધી રહ્યા છે.આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો, તો આવનારા વર્ષોમાં સમગ્ર ભારતમાં ગુજરાત જીવવા યોગ્ય નહીં રહે.
પ્રસ્તુતિ: #gurudevobservatory https://www.gurudevobservatory.co.in/

No comments: